15/08/2024
માણસાઈ તો ગઈ, પણ આમ દેશભક્તિના દેખાડા ન કર,
આમ જ ગાડરીયા પ્રવાહમાં dp/status બદલ્યા ન કર !
માન્યુ કે શાન છે ; સ્વતંત્રતા ને પ્રજાસતાક પર્વ,
પણ બાકીના 363 દિવસ દેશભક્તિને સુવાડયા ન કર !
સૈન્ય પણ જો બે દિવસ જ કરશે દેશભક્તિ,
નહી કરી શકે તું નિંદર પણ સરખી, એ ભૂલ્યા ન કર !
દેશપ્રેમ હોય જો સાચો તો જગાવ તારી અંદરના નાગરીકને,
ફોકટનો સરકારી લાભ લઈ, કોઈના ભાગનું તું લુંટયા ન કર!
નથી બંધાયા અહીં કોઈ "પાળીયા" એમ જ,
માટે દેશભક્તિને આટલી સસ્તી બનાવ્યા ન કર !
"જાગૃત નાગરીક" જ છે સાચો દેશભક્ત હવે,
વિજળી, પાણી ને પેટ્રોલ, આમ બગાડયા ન કર !
જાંખ સ્વયંની અંદર ; ને "મન" સ્વચ્છ કર,
"સ્વચ્છ ભારત"ના નારા આમ જ ગાયા ન કર!
સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ